શનિવાર, 31 ડિસેમ્બર, 2011
દલાઇ લામા ના વિચાર નો ગુજરાતી ભાવાનુવાદ
એક વધુને વધુ પરસ્પરાવલંબી વિશ્વમાં આપણા પોતાના કલ્યાણ અને સુખ અન્ય ઘણા લોકો પર આધાર રાખે છે. અન્ય મનુષ્યો ને તેટલો સુખ અને શાંતિ નો અધિકાર છે જેટલો આપણો પોતાનો છે; તેથી તમારી જવાબદારી છે કે જરૂરતમંદને મદદ કરો. આપણા વિશ્વની ઘણી બધી સમસ્યાઓ અને તકરારો આપણે મૂળભૂત માનવતા પ્રત્યે દૃષ્ટિ ગુમાવી બેઠા છીએ તેના કારણે ઉદ્દભવે છે. માનવતા પ્રત્યેની મૂળભૂત દ્રષ્ટિ આપણને વસુદેવ કુટુંબકમ ની ભાવનમાં બાંધી રાખે છે.
ગુરુવાર, 15 ડિસેમ્બર, 2011
દિવસ ને ત્રણ કાર્યભાગમાં વહેંચી ને તનાવ ઘટાડો
લોકો આખો દિવસ એક મુદ્દા વિષે વિચારીને કે નાહકની ઉતાવળમાં તનાવ પેદા કરે છે. જેમકે ધણી વખત લોકો ઓફીસમાં સમયસર પહોચવાની ચિંતા માં રોજે ઓફિસે મોડા પડતા હોય છે. જો તમે તનાવ ઘટાડી ને લક્ષ્ય ને સિદ્ધ કરવા માંગતા હોય તો આ ચક્ર ને તોડવાની જરૂર છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમારા દિવસ ને ત્રણ ભાગ માં વહેચો.
૧. વિચાર
૨. કાર્ય અમલ
૩. આરામ
દિવસનો એક ભાગ વિચારવા માટે ફાળવો. આ સમય દરમ્યાન કામ વિષે વિચારો, કામ કેવી રીતે પૂરું કરશો તેના વિષે મનોમંથન કરો. જરૂર લાગે તો આ વિચારો ની નોંધ કરી લો. દિવસ ના બીજા ભાગ માં વિચારો ને કાર્ય દ્વારા અમલ માં મુકો. આ સમય દરમ્યાન વધારે પડતું વિશ્લેષણ કરવાનું ટાળો.
એક વખત તમે કામ ને વિચારો ને અગલ કરવામાં સફળ થશો એટલે આપોઆપ તમને આરામ માટે સમય ફાળવી શકશો. જેમકે બાળકો અને પત્ની સાથે બેસી ને ટીવી જોવો, કસરત કરો કે મિત્રો સાથે બેસી ને ગપ્પા મારો.
જો તમે એક સપ્તાહ કે તેથી વધુ સમય આ કાર્યશૈલી અમલ માં મૂકી ને કામ કરશો તો અનુભવશો કે તમે પહેલા કરતા વધુ કાર્યક્ષમ બન્યા છો તથા તનાવ પણ ઘટી ગયો છે. કારણ કે તમારા વિચારો તમારા કામ માં અને આરામ ના સમયમાં ઘુસણખોરી નથી કરતા.
લેબલ્સ:
morpinch,
reduce stress
રવિવાર, 14 ઑગસ્ટ, 2011
ગાયત્રી મહિમા
વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સાવિત્રી પ્રકટયાં અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે.
ત્રણ સ્વરૂપ
દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓને બ્રાહ્મી(બ્રાહ્મણી) વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે. અને પાંચમુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે. ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંઘ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં (રુદ્રાણી) હોય છે. ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે.
ગાયત્રી મંત્ર
બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદનાં છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે.
ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥
ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોના તત્ત્વ ક્રમાનુસાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, વાકય, પગ, મળ, મૂત્રેન્દ્રિય, ત્વચા, આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જ્ઞાન છે.
અર્થ
ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|
ૐ - સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: - પદાર્થ અને ઊર્જા
ભુવ: - અંતરિક્ષ
સ્વ: - આત્મા
ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર
તત્ – તે, તેઓ
સવિતુ: - સૂર્ય, પ્રેરક
વરેણ્યં - પૂજ્ય
ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય - દેવતા નાં, દેવતા ને
તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા ને
ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ
ધિય: - બુદ્ધિ, સમજ
ય: - તે (ઈશ્વર)
ન: - અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે
ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે
સંપૂર્ણ અર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીયએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.
ત્રણ સ્વરૂપ
દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓને બ્રાહ્મી(બ્રાહ્મણી) વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે. અને પાંચમુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે. ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંઘ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં (રુદ્રાણી) હોય છે. ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે.
ગાયત્રી મંત્ર
બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદનાં છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે.
ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥
ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોના તત્ત્વ ક્રમાનુસાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, વાકય, પગ, મળ, મૂત્રેન્દ્રિય, ત્વચા, આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જ્ઞાન છે.
અર્થ
ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|
ૐ - સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: - પદાર્થ અને ઊર્જા
ભુવ: - અંતરિક્ષ
સ્વ: - આત્મા
ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર
તત્ – તે, તેઓ
સવિતુ: - સૂર્ય, પ્રેરક
વરેણ્યં - પૂજ્ય
ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય - દેવતા નાં, દેવતા ને
તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા ને
ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ
ધિય: - બુદ્ધિ, સમજ
ય: - તે (ઈશ્વર)
ન: - અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે
ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે
સંપૂર્ણ અર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીયએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.
લેબલ્સ:
gayatri mahima,
gujarat,
morpinch,
religion news
રવિવાર, 7 ઑગસ્ટ, 2011
અહા ! ઝોંગો
ઝોંગો ધોધ ગીચ સુંદર કુદરતી જંગલ દ્વારા ઘેરાયેલો છે. આ જાજરમાન ધોધ ૬૫ મીટર ઉપરથી નીચેના ખડકો પર પડી ને સુંદર કુદરતી ધુમ્મસ પેદા કરે છે જે આકાશમાં સુંદર મેઘધનુષ્યની રચના કરે છે.
આ સુંદર ધોધ ને જોવો અને કુદરતી જણમાં (પત્થર પર પાણી પડવાથી ઉત્પન થતો વરસાદ) નાહવાની ખુબજ મજા પડે છે.
કેવી રીતે પહોચવું :
આ સુંદર ધોધ ને જોવો અને કુદરતી જણમાં (પત્થર પર પાણી પડવાથી ઉત્પન થતો વરસાદ) નાહવાની ખુબજ મજા પડે છે.
કેવી રીતે પહોચવું :
- અહી પહોચવું સરળ નથી. ઝોંગો ધોધ ની મુલાકાત લેવા માટે તમારી પાસે 4 x 4 ગાડી હોવી જરૂરી છે.
- સૌ પ્રથમ કિન્શાસાથી 80 કિલોમીટર સુધી મટાડી રોડ પર ડ્રાઇવ કરો. સોના-બતા કસાનગુલું ગામ થી ઝોંગો તરફનો કાચો રસ્તો લો. આ કાચા રસ્તા પર ૪૭ કિલોમીટર સફર ખેડયા બાદ ઝોંગો ધોધ પહોચી શકાય છે.
- ઝોંગો ધોધ પહોચવા માટે કિન્શાસા એરપોર્ટ પરથી લગભગ ૬ કલાક નો સમય લાગે છે. સૌથી વધારે સમય ૪૭ કિલોમીટર નો કાચો રસ્તો કાપવા માં લાગી જાય છે.
લેબલ્સ:
congo,
morpinch,
water fall,
world tour,
zongo fall
સોમવાર, 1 ઑગસ્ટ, 2011
સારા સ્વાસ્થ્યનું રહસ્ય સેક્સ
સામાન્ય રીતે વિવાહ પછી યુગલો પોતાના પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં એટલી હદે મશગૂલ થઈ જાય છે કે તેમને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા રહેતી નથી. લગ્નનાં થોડાંક વર્ષો વીતી ગયા પછી પતિને શરીરનો દુખાવો, શ્વાસ ચઢવો, ખૂબ જ તણાવ વગેરેની ફરિયાદ રહેવા લાગે છે અને પત્નીને કમરનો દુખાવો, માથાનો દુખાવો અથવા લો બ્લડ પ્રેશર વગેરેની ફરિયાદ રહે છે. જો તમે ન જાણતા હો તો એક વાત જાણી લો કે તમારી ઉત્તમ સેક્સલાઈફ તમને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.એક સંશોધન દ્વારા એવું જાણવા મળે છે કે સેક્સ એ તમામ રોગોની દવા છે. સંશોધન મુજબ સેક્સ કરનારાં યુગલો અન્ય યુગલોની તુલનામાં વધારે ફિટ એટલે કે સ્વસ્થ રહે છે. પરંતુ હા! તેના માટે જરૃરી છે સેક્સલાઈફથી સંપૂર્ણ રીતે સંતોષ. અને આટલું જ નહીં પુરુષ હોય કે મહિલા સારી સેક્સલાઈફ તેમની સુંદરતાને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
સેક્સ દરમિયાન ઉત્પન્ન હોર્મોન
ડોક્ટરોના મતે સેક્સ દરમિયાન શરીરમાં અનેક પ્રકારના હોર્મોન ઉત્પન્ન થાય છે. આ જ હોર્મોન તમારા શરીરને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે. પહેલો હોર્મોન છે ‘એસ્ટ્રોજન હોર્મોન’ જે ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારીને રોકે છે. જ્યારે બીજો એસ્ટ્રોજન હોર્મોન જે એક અનોખા સુખની અનુભૂતિ કરાવે છે. તેનાથી વ્યક્તિનો તણાવ ઓછો થાય છે. જો બ્લડપ્રેશર વધારે કે ઓછું રહેતું હોય તો તેને પણ આ હોર્મોન નિયંત્રણમાં રાખે છે. આ જ હોર્મોન નિયમિત સેક્સ કરનારી વ્યક્તિઓની અંદર ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસ ભરી નાખે છે.
ત્રીજો સૌથી મહત્ત્વપૂર્ણ હોર્મોન ‘એર્ન્ડોિફન હોર્મોન’ હોય છે, જેનું પ્રમાણ સેક્સ દરમિયાન વધી જાય છે. આમ થવાથી ત્વચામાં નિખાર આવે છે. ત્વચા સુંદર અને ચમકદાર બને છે. ખાસ કરીને સ્ત્રીઓ સેક્સ માણ્યા પછી તાજગી અનુભવે છે. તેમના ચહેરા પર એક ચમક આવી જાય છે જે લાંબો સમય સુધી રહે છે.
તણાવની દવા
ઉપર જણાવેલા ત્રણ હોર્મોન જ છે કે જે સફળ તથા નિયમિત સેક્સ કરનાર દંપતીઓને સ્વસ્થ રાખવામાં પોતાનું યોગદાન આપે છે. પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે કામથી થાકીને ઘરે આવ્યા પછી પતિની રાત સારી વીતે. સેક્સ કર્યા પછી જો આખા દિવસનો તણાવ ઓછો થતો હોય તો તેને સારી ઊંઘ આવે છે અને સારી ઊંઘ હંમેશાં સ્વાસ્થ્યને ઉત્તમ બનાવે છે.
વિજ્ઞાનીઓ જણાવે છે કે સેક્સ કરતી વખતે ફેરોમોંસ નામનું એક રસાયણ શરીરમાં એક પ્રકારની ગંધ પેદા કરે છે.
આ ગંધ પુરુષ તથા મહિલા એમ બંનેને ઉત્તેજિત કરે છે અને બંનેને એકબીજાની નજીક ખેંચી લાવે છે. અહીં ખાસ વાત તો એ છે કે સેક્સ પરફ્યૂમનું કામ કરનારી આ ગંધ હૃદય અને મગજને અસાધારણ સુખ તથા શાંતિ આપે છે. તેનાથી વ્યક્તિ હૃદયરોગ, માનસિક તણાવ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી દૂર રહે છે.
સેક્સ એક વ્યાયામ
વાસ્તવમાં સંભોગ એટલે કે સેક્સ એક પ્રકારનો વ્યાયામ છે. આ વ્યાયામથી શરીરની માંશપેશીઓનું ખેંચાણ ઓછું થાય છે અને શરીર લચીલું બને છે. એક વખતની સંભોગ ક્રિયા, કોઈ થકવી નાખનાર વ્યાયામ કરતાં વધારે અસરદાર હોય છે. ૩૦ મિનિટની સેક્સ તમારી ૨૦૦ કેલેરી ઓછી કરે છે. સેક્સ કરીને મહિલાઓ ૧૦.૨ ટકા અને પુરુષો ૭.૪ ટકા સુધી ફેટ ઓછું કરી શકે છે.
નિયમિત સેક્સના ફાયદા
- સેક્સ મહિલાઓના પેટ, પગ અને ફિગરને એકદમ ફિટ રાખે છે.
- તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. જે ફ્લૂ અને બીજા ઈન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે.
- સેક્સ શરીરમાંથી ઈન્સ્યૂલીનની માત્રાને ઓછી થવા દેતી નથી. સેક્સથી કેલરી બળી જાય છે.
- નિયમિત સેક્સ મહિલાઓને કેટલાંક વિકારોથી દૂર રાખે છે.
- સેક્સ કરવાથી શારીરિક ઊર્જા ખર્ચાય છે, જેનાથી ચરબી ઘટે છે. પરિણામે મેદસ્વિતા પણ ઘટે છે.
- નિયમિત રીતે સંભોગ કરવાથી વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરથી દૂર રહે છે.
- માથાનો દુખાવો, માઈગ્રેન, મગજની નસોનું સંકોચન, હિસ્ટીરિયા વગેરે દૂર થઈ જાય છે.
- સેક્સ કરવાથી વ્યક્તિની ર્કાિડયોવાસ્કુલર સિસ્ટમ મજબૂત બને છે જે હૃદયને પણ મજબૂત બનાવે છે.
વધુ વાંચો : સારા સ્વાસ્થ્યનું રહસ્ય સેક્સ
કમ્પ્યુટરને લીધે થતો આંખોનો તણાવ
Sore Eyes- પીસી (PC) ઘણા સમય સુધી વાપરવાથી.
- પીસી (PC)નુ સ્થાન બરોબર ન હોય.
- પ્રકાશ ઓછો હોય.
- અંગસ્થિતી અપૂર્તિ હોય.
- સમયની સીમા ક્ડક હોય.
કમ્પ્યુટરને લીધે થતો આંખોના તણાવથી પોતે દેખભાળ રાખવા માટે સલાહ
આંખોના તણાવને રોકવા:
- ઝગમગતા ઓછી કરો.
- પીસી (PC) તમારાથી દુર રાખો કે જે બારીની બરોબરના ખુણામાં હોય.
- માથા ઉપરની બત્તી બંધ કરો અથવા તેને ઢાંકો.
- જો જરૂર પડે તો, સુર્યના પ્રકાશથી આંખોનુ રક્ષણ કરવા માટે એક મુખવટો પહેરો જે માથા ઉપરના પ્રકાશને રોકે.
- આપણા કાગળપત્રો નજીક રાખો કે જેથી તમારે તેને ફરીથી કેંદ્રીત ન કરવા પડે જ્યારે તમે સ્ક્રીનથી કાગળ ઉપર લઈ જતા હોય.
- એક કાગળનો દસ્તાવેજ ધારક તે જ ઉંચાઈ પર રાખો જ્યાં તમારો પીસી (PC)નો સ્ક્રીન હોય.
- સ્ક્રીન તમે એવી રીતે રાખો કે તમારી દૃષ્ટીની સીમા ૧૦ થી ૧૫ ડીગ્રી હોય (લગભગ એક તિહાઈ ૪૫ ડીગ્રીના ખુણા પર) અને સપાટીના રેખાની સમાંતરની નીચે હોય.
- સ્ક્રીન ઉપરથી ધુળ વારંવાર દુર કરો.
- આંખો વારંવાર પલકાવો કે જેથી તે સુકાઈ ન જાય.
- તમારા આંખોના તજ્ઞને કહો કે તમે પીસી (PC) વાપરો છો.
- ચશ્મા અને ચોક્કસ દૃષ્ટીની ખામી દુર કરવા માટે આંખ ઉપર પહેરવાનો કાંચ જે બીજા કામ કરવા માટે પહેરેલા છે તે કદાચ પીસી (PC) ઉપર કામ કરવા માટે સારા નથી.
- જો તમારા પીસી (PC) ના સ્ક્રીન ઉપરની છબી ધુંધળી, અથવા ટમટમતી હોય તો તેની તરત જ મરમ્મત કરવો.
- પીસી (PC)નો સ્ક્રીન તમારી આંખોથી ઓછામાં ઓછો ૨ ફુટ દુર રાખવા કોશિશ કરો.
વધુ વાંચો : કમ્પ્યુટરને લીધે થતો આંખોનો તણાવ
લેબલ્સ:
computer,
eye problem,
sore eyes
કરો ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૨ ‘જ્યોતિર્લિંગ’ના એક સાથે દર્શન

પ્રથમ સોરઠે સોમનાથ... શિવની આરાધનાનો અવસર એટલે શ્રાવણ. શિવતત્વ એક જબરજસ્ત ખેંચાણ ધરાવે છે પ્રજામાં. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ - સોમદેવ શિવ ઉપાસનાનું એ ચુંબકીય સ્થળ છે જ્યાં રોજના હજારો ભક્તો ભક્તિભાવથી ખેંચાઇ આવે છે. શ્રાવણી મેળાની સાથોસાથ શિવભક્તિથી આખું ગુજરાત રંગાઇ જાય છે. અહીં ગુજરાતના મુખ્ય ૧૨ જ્યોતિર્લિંગની એક તસવીરી ઝલક રજૂ કરી રહ્યા છીએ.
આ એવાં મંદિરો છે જે મંદિરો ગુજરાતની પ્રજાના મનમાં જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતની પ્રજાની આસ્થાનાં સેંકડો મંદિરોમાંથી આ ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’નો અભિષેક આપના ઘર સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. ભક્તો માટે શિવ એટલે ૨૪ X ૭ - ચોવીસે કલાક હાજરાહજુર ભગવાન. શિવમંદિરનાં દ્વાર ક્યારેય બંધ થતાં નથી, પરંતુ બંધ આંખે શિવસ્મરણ સાથે...

સોમનાથ-પ્રભાસપાટણ

હાટકેશ્વર મહાદેવ-વડનગર (ઉત્તર ગુજરાત)

ઘેલા સોમનાથ-જસદણ

ગરુડેશ્વર મહાદેવ-રાજપીપળા

ભીમનાથ મહાદેવ-ધંધુકા

તખ્તેશ્ચર મહાદેવ-ભાવનગર

ગળતેશ્વર મહાદેવ-ઠાસરા (આણંદ)

ઉત્કંઠેશ્વર મહાદેવ-કપડવંજ (ખેડા)

ભવનાથ મહાદેવ-જુનાગઢ

સ્તંભેશ્વર મહાદેવ-જંબુસર (ભરૂચ)

ગોપનાથ મહાદેવ-તળાજા

તડકેશ્વર મહાદેવ-વલસાડ
વધુ વાંચો : કરો ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૨ ‘જ્યોતિર્લિંગ’ના એક સાથે દર્શન
લેબલ્સ:
bhavnath,
gujarat,
jyotirling,
somnath
શુક્રવાર, 15 જુલાઈ, 2011
કળા - સંસ્કૃતિ અને જીવનશૈલી
ગુજરાતમાં કળા - સંસ્કૃતિ અને તેની જીવનશૈલીમાં સૌંદર્ય, રુચિ અને શોખની આગવી છાપ ઉપસી આવે છે. કળા દ્વારા પ્રતિભાવ અને સંવાદને, સંસ્કૃતિ દ્વારા પરંપરાગત મૂલ્યોનો પ્રભાવ જોવા મળે છે. નીતિ તેમજ જીવનશૈલીમાં ગુજરાતીઓ સૌથી નીરાળા તરી આવે છે.
ગુજરાતમાં કળા પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં કળા સંસ્કૃતિ અને જીવનશૈલી દ્વારા શાંતિ અને સુખમય જીવનની પ્રતીતિ થાય છે. કલાકારો માટે તેના કળાના પ્રદર્શન માટે ક્ષિતિજો ખુલ્લી છે. કળા આપણી સમજને પ્રદર્શિત કરે છે. કળામય જીવનશૈલીની પ્રસ્તુતિ કળાના માધ્યમ દ્વારા થાય છે. ગુજરાત તેની અદ્વીતિય કળાની ઓખળ વિશ્વફલક પર પહોંચાડી શક્યું છે. વિશ્વ વિખ્યાત કલાકારોને ગુજરાતે પોષ્યા અને સંવર્ધ્યા છે. રાજ્ય સરકારે ઉગતા કલાકારો માટે કળા ક્ષેત્રની પ્રતિભાવોને શોધી તેમની કળાના સંવર્ધન માટે ક્ષિતિજો ખુલ્લી કરી છે.
ગુજરાતમાં સંગીત નિશબ્દ ચેતના છે. સંગીત અને કળામાં ગુજરાતની નૃત્ય સંસ્કૃતિ અને લોકગીતોની છાપ સૌથી ભિન્ન છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના ‘ગરબા’ સંસ્કૃતિએ તેના ધાર્મિક ઉત્સવમાં રહેલા અધ્યાત્મિક તત્વની સાથે સાથે નૃત્યકળા અને સંગીતની અદ્વીતિય છાપ ઊભી કરી શક્યું છે. ગુજરાતે સંગીત અને કળાની તેની યુગો જૂની પરંપરાને જાળવી રાખી સાંપ્રત સમયનાં સંગીતકળામાં તે મૂલ્યોનું સંવર્ધન કરી આધુનિક સંગીતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોકગીતો, પરંપરાગત સંગીત અને પરંપરાગત રાગો દ્વારા ગુજરાતમાં સંગીતના વિવિધ આયામો જોવા મળે છે. ગુજરાતે લોકસંગીત માટેના તેના વાદ્યોના નિર્માણમાં આગવી શૈલી ઊભી કરી પ્રાચીન અને લોકસંગીતને શણગાર્યું છે. આધુનિક સભ્યતાનું પોપ સંગીત યુવાવર્ગનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાતમાં હસ્તકળા અદ્વીતિય કૌશલ્ય છે. હસ્તકળા કારીગરીમાં ગુજરાતમાં વૈવિધ્યપૂર્ણ નમૂનાઓમાં
ભાતીગળ પરંપરાને વાચા છે ભાતીગળ સંસ્કૃતિની ભૂમિ એટલે ગુજરાત. ગુજરાતમાં નિરંતર ઉત્સવોની ઉજવણીમાં માહોલ વ્યાપેલો રહે છે. તહેવારોમાં અધ્યાત્મિકતા એ ગુજરાતનો પ્રાણ છે. ગુજરાતના મેળા અને તહેવારોને અન્ય ઉજવણી કરતા અલગ ભાત પાડે છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિની સાથે સાથે સાંપ્રત સમયમા; આધુનિક રહેણીકરણી અને જીવનશૈલીના ગૌરવપૂર્ણ વ્યવહાર અને રીતભાતમાં ગરિમા અકબંધ રાખી છે.
ગુજરાતમાં જ્ઞાનની ઊર્જા. ભાષા-સાહિત્યના માધ્યમ થકી તમે યુગો પાછળની પ્રતીતિ અનુભવી શકો છો. ગુજરાતી ભાષા અનેકવિધ પ્રકારો દ્વારા લોકભોગ્ય બની જેમાં કાવ્યો, ગીતો, લધુકથા, નવલકથા, નવલિકા, જીવનવૃતાંત, કવિતા અને આત્મકથા, જીવનચરિત્રો પરંપરાગત સાહિત્યનું મિશ્રિત સત્વ જોવા મળે છે. રાજ્યમાં ખ્યાતિ પ્રાપ્ત અને વિદ્વાન લેખકો-કવિઓ અને વિવેચકોએ દ્વીભાષીય સાહિત્યમાં જેમ કે અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતમાં લેખનકાર્ય કરી રાજ્યના સાહિત્ય જગતની આગવી ઓળખ ઊભી કરી છે.
ગુજરાતમાં જીવનશૈલીમાં સાતત્યતા: પૃથ્વી પરનું સ્વર્ગ ગુજરાત છે. આ ઉક્તિ હરકોઇ ગુજરાતી અને ગુજરાતમાં આવનાર પ્રવાસીનો અહેસાસ બની રહ્યો છે. ગૌરવપૂર્ણ વિભૂતિઓની ભૂમિ ગુજરાતમાં જાનની શાંતિ, સમાજમાં ઐકયભાવના અને એખલાસતા એ જીવનશૈલી બની છે. અહીંની પ્રજા પરોપકારી મહેનતકશ અને સૌજન્યશીલતા ધરાવનારી છે. સ્વભાવે માયાળુ અને બીજાને મદદરૂપ બની શકવાની ભાવના ધરાવતો ગુજરાતી બુદ્ધિશાળી અને વિનમ્રતા ના ગુણો સાથે ઓળખાઇ રહ્યો છે. રીતભાત અને કંઇક અલગ અને આગવું કરી બતાવવાનો ગુણ ગુજરાતીઓ ધરાવે છે.
ગુરુવાર, 7 જુલાઈ, 2011
ગુજરાતનો ઇતિહાસ
ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે.
ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
પ્રાચીન ઇતિહાસ
સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું.
ભૂસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્યાઓના પણ અવશેષો મળી આવેલ છે.
પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો.
મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્યપ્રદેશ), સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન મેળવ્યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્તાર ગુપ્ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી.
મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્થાનિય રજવાડાઓની સંખ્યા ૨૩ હતી. તેમાના મુખ્ય ત્રણ હિન્દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્સના કબ્જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું.
ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્યા હતાં.
મધ્યકાલીન આક્રમણો :
મુસ્લિમોનું શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું.
આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ - વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્યો.
ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.
અદ્યતન પદ્ધતિનો પ્રભાવ :
ઇ.સ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્તારો વિકસાવ્યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં.
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્યું.
ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.
મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમાં તેમની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્યાગ્રહ, બારડોલીનો સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહ.
મહાગુજરાત આંદોલન :
સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.
રાજકીય વ્યવસ્થા :
ઇ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્બે આજનું મહારાષ્ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્થિતી ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું.
વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી.
સને ૨૦૦૧માં, વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી વર્તમાન સમય સુધી મુખ્યમંત્રી છે. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં.
લેબલ્સ:
ગુજરાત,
નરેન્દ્ર મોદી,
પ્રાચીન ઇતિહાસ,
મોરપીંછ,
મોરપીંછ.કોમ,
શિવાજી
બુધવાર, 6 જુલાઈ, 2011
મોરપીંછ.કોમ બ્લોગ પર આપનું સ્વાગત છે.
મોરપીંછ.કોમ બ્લોગ પર આપનું સ્વાગત છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



