રવિવાર, 14 ઑગસ્ટ, 2011

ગાયત્રી મહિમા



વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સાવિત્રી પ્રકટયાં અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે.

ત્રણ સ્વરૂપ

દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓને બ્રાહ્મી(બ્રાહ્મણી) વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે. અને પાંચમુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે. ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંઘ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં (રુદ્રાણી) હોય છે. ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે.

ગાયત્રી મંત્ર

બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદનાં છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે.
ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥
ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોના તત્ત્વ ક્રમાનુસાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, વાકય, પગ, મળ, મૂત્રેન્દ્રિય, ત્વચા, આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જ્ઞાન છે.

અર્થ

ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|

ૐ - સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: - પદાર્થ અને ઊર્જા
ભુવ: - અંતરિક્ષ
સ્વ: - આત્મા

ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર

તત્ – તે, તેઓ
સવિતુ: - સૂર્ય, પ્રેરક
વરેણ્યં - પૂજ્ય
ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય - દેવતા નાં, દેવતા ને

તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા ને

ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ

ધિય: - બુદ્ધિ, સમજ
ય: - તે (ઈશ્વર)
ન: - અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે

ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે

સંપૂર્ણ અર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીયએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

અહા ! ઝોંગો


ઝોંગો ધોધ ગીચ સુંદર કુદરતી જંગલ દ્વારા ઘેરાયેલો  છે. આ જાજરમાન ધોધ  ૬૫ મીટર ઉપરથી નીચેના ખડકો પર પડી ને સુંદર કુદરતી ધુમ્મસ પેદા કરે છે જે આકાશમાં સુંદર  મેઘધનુષ્યની રચના કરે છે. 
આ સુંદર ધોધ ને જોવો અને કુદરતી જણમાં (પત્થર પર પાણી પડવાથી ઉત્પન થતો વરસાદ) નાહવાની ખુબજ મજા પડે છે.


કેવી રીતે પહોચવું :
  • અહી પહોચવું સરળ નથી. ઝોંગો ધોધ ની મુલાકાત લેવા માટે તમારી પાસે 4 x 4 ગાડી હોવી જરૂરી છે. 
  • સૌ પ્રથમ કિન્શાસાથી 80 કિલોમીટર સુધી મટાડી રોડ પર ડ્રાઇવ કરો. સોના-બતા કસાનગુલું ગામ થી ઝોંગો તરફનો કાચો રસ્તો લો. આ કાચા રસ્તા પર ૪૭ કિલોમીટર સફર ખેડયા બાદ ઝોંગો ધોધ પહોચી શકાય છે.
  • ઝોંગો ધોધ પહોચવા માટે કિન્શાસા એરપોર્ટ પરથી લગભગ ૬ કલાક નો સમય લાગે છે. સૌથી વધારે સમય ૪૭ કિલોમીટર નો કાચો રસ્તો કાપવા માં લાગી જાય છે. 



સોમવાર, 1 ઑગસ્ટ, 2011

સારા સ્વાસ્થ્યનું રહસ્ય સેક્સ



સામાન્ય રીતે વિવાહ પછી યુગલો પોતાના પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં એટલી હદે મશગૂલ થઈ જાય છે કે તેમને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા રહેતી નથી. લગ્નનાં થોડાંક વર્ષો વીતી ગયા પછી પતિને શરીરનો દુખાવો, શ્વાસ ચઢવો, ખૂબ જ તણાવ વગેરેની ફરિયાદ રહેવા લાગે છે અને પત્નીને કમરનો દુખાવો, માથાનો દુખાવો અથવા લો બ્લડ પ્રેશર વગેરેની ફરિયાદ રહે છે. જો તમે ન જાણતા હો તો એક વાત જાણી લો કે તમારી ઉત્તમ સેક્સલાઈફ તમને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.
એક સંશોધન દ્વારા એવું જાણવા મળે છે કે સેક્સ એ તમામ રોગોની દવા છે. સંશોધન મુજબ સેક્સ કરનારાં યુગલો અન્ય યુગલોની તુલનામાં વધારે ફિટ એટલે કે સ્વસ્થ રહે છે. પરંતુ હા! તેના માટે જરૃરી છે સેક્સલાઈફથી સંપૂર્ણ રીતે સંતોષ. અને આટલું જ નહીં પુરુષ હોય કે મહિલા સારી સેક્સલાઈફ તેમની સુંદરતાને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
સેક્સ દરમિયાન ઉત્પન્ન હોર્મોન
ડોક્ટરોના મતે સેક્સ દરમિયાન શરીરમાં અનેક પ્રકારના હોર્મોન ઉત્પન્ન થાય છે. આ જ હોર્મોન તમારા શરીરને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે. પહેલો હોર્મોન છે એસ્ટ્રોજન હોર્મોન જે ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારીને રોકે છે. જ્યારે બીજો એસ્ટ્રોજન હોર્મોન જે એક અનોખા સુખની અનુભૂતિ કરાવે છે. તેનાથી વ્યક્તિનો તણાવ ઓછો થાય છે. જો બ્લડપ્રેશર વધારે કે ઓછું રહેતું હોય તો તેને પણ આ હોર્મોન નિયંત્રણમાં રાખે છે. આ જ હોર્મોન નિયમિત સેક્સ કરનારી વ્યક્તિઓની અંદર ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસ ભરી નાખે છે.

ત્રીજો સૌથી મહત્ત્વપૂર્ણ હોર્મોન એર્ન્ડોિફન હોર્મોન હોય છે, જેનું પ્રમાણ સેક્સ દરમિયાન વધી જાય છે. આમ થવાથી ત્વચામાં નિખાર આવે છે. ત્વચા સુંદર અને ચમકદાર બને છે. ખાસ કરીને સ્ત્રીઓ સેક્સ માણ્યા પછી તાજગી અનુભવે છે. તેમના ચહેરા પર એક ચમક આવી જાય છે જે લાંબો સમય સુધી રહે છે.
તણાવની દવા
ઉપર જણાવેલા ત્રણ હોર્મોન જ છે કે જે સફળ તથા નિયમિત સેક્સ કરનાર દંપતીઓને સ્વસ્થ રાખવામાં પોતાનું યોગદાન આપે છે. પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે કામથી થાકીને ઘરે આવ્યા પછી પતિની રાત સારી વીતે. સેક્સ કર્યા પછી જો આખા દિવસનો તણાવ ઓછો થતો હોય તો તેને સારી ઊંઘ આવે છે અને સારી ઊંઘ હંમેશાં સ્વાસ્થ્યને ઉત્તમ બનાવે છે.
વિજ્ઞાનીઓ જણાવે છે કે સેક્સ કરતી વખતે ફેરોમોંસ નામનું એક રસાયણ શરીરમાં એક પ્રકારની ગંધ પેદા કરે છે.
આ ગંધ પુરુષ તથા મહિલા એમ બંનેને ઉત્તેજિત કરે છે અને બંનેને એકબીજાની નજીક ખેંચી લાવે છે. અહીં ખાસ વાત તો એ છે કે સેક્સ પરફ્યૂમનું કામ કરનારી આ ગંધ હૃદય અને મગજને અસાધારણ સુખ તથા શાંતિ આપે છે. તેનાથી વ્યક્તિ હૃદયરોગ
, માનસિક તણાવ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી દૂર રહે છે.

સેક્સ એક વ્યાયામ
વાસ્તવમાં સંભોગ એટલે કે સેક્સ એક પ્રકારનો વ્યાયામ છે. આ વ્યાયામથી શરીરની માંશપેશીઓનું ખેંચાણ ઓછું થાય છે અને શરીર લચીલું બને છે. એક વખતની સંભોગ ક્રિયા, કોઈ થકવી નાખનાર વ્યાયામ કરતાં વધારે અસરદાર હોય છે. ૩૦ મિનિટની સેક્સ તમારી ૨૦૦ કેલેરી ઓછી કરે છે. સેક્સ કરીને મહિલાઓ ૧૦.૨ ટકા અને પુરુષો ૭.૪ ટકા સુધી ફેટ ઓછું કરી શકે છે.

નિયમિત સેક્સના ફાયદા
  • સેક્સ મહિલાઓના પેટ, પગ અને ફિગરને એકદમ ફિટ રાખે છે.
  • તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. જે ફ્લૂ અને બીજા ઈન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે.
  • સેક્સ શરીરમાંથી ઈન્સ્યૂલીનની માત્રાને ઓછી થવા દેતી નથી. સેક્સથી કેલરી બળી જાય છે.
  • નિયમિત સેક્સ મહિલાઓને કેટલાંક વિકારોથી દૂર રાખે છે.
  • સેક્સ કરવાથી શારીરિક ઊર્જા ખર્ચાય છે, જેનાથી ચરબી ઘટે છે. પરિણામે મેદસ્વિતા પણ ઘટે છે.
  • નિયમિત રીતે સંભોગ કરવાથી વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરથી દૂર રહે છે.
  • માથાનો દુખાવો, માઈગ્રેન, મગજની નસોનું સંકોચન, હિસ્ટીરિયા વગેરે દૂર થઈ જાય છે.
  • સેક્સ કરવાથી વ્યક્તિની ર્કાિડયોવાસ્કુલર સિસ્ટમ મજબૂત બને છે જે હૃદયને પણ મજબૂત બનાવે છે.


વધુ વાંચો : સારા સ્વાસ્થ્યનું રહસ્ય સેક્સ

કમ્પ્યુટરને લીધે થતો આંખોનો તણાવ


Sore Eyes Sore Eyes
કાર્યાલયના કામગારોને તેમના કામને સંબધિત જોખમો હોય છે. પીસી (PC) વાપરનારા ઘણીવાર આંખોમાં તણાવ, પીઠ ઉપર અક્કડપણુ, ખંભા અને તાણની ફરિયાદ કરતા હોય છે. આ ફરિયાદોનુ પરિણામ હોય શકે
  • પીસી (PC) ઘણા સમય સુધી વાપરવાથી.
  • પીસી (PC)નુ સ્થાન બરોબર ન હોય.
  • પ્રકાશ ઓછો હોય.
  • અંગસ્થિતી અપૂર્તિ હોય.
  • સમયની સીમા ક્ડક હોય.
પીસી (PC)ના વાપરનારા તેમની શારિરીક સમસ્યાઓથી બચવા માટે અને તેમની પોતાની દેખભાળ માટે, સલાહ આગલા વિભાગમાં દીધેલ છે.

કમ્પ્યુટરને લીધે થતો આંખોના તણાવથી પોતે દેખભાળ રાખવા માટે સલાહ
આંખોના તણાવને રોકવા:
  • ઝગમગતા ઓછી કરો.
  • પીસી (PC) તમારાથી દુર રાખો કે જે બારીની બરોબરના ખુણામાં હોય.
  • માથા ઉપરની બત્તી બંધ કરો અથવા તેને ઢાંકો.
  • જો જરૂર પડે તો, સુર્યના પ્રકાશથી આંખોનુ રક્ષણ કરવા માટે એક મુખવટો પહેરો જે માથા ઉપરના પ્રકાશને રોકે.
  • આપણા કાગળપત્રો નજીક રાખો કે જેથી તમારે તેને ફરીથી કેંદ્રીત ન કરવા પડે જ્યારે તમે સ્ક્રીનથી કાગળ ઉપર લઈ જતા હોય.
  • એક કાગળનો દસ્તાવેજ ધારક તે જ ઉંચાઈ પર રાખો જ્યાં તમારો પીસી (PC)નો સ્ક્રીન હોય.
  • સ્ક્રીન તમે એવી રીતે રાખો કે તમારી દૃષ્ટીની સીમા ૧૦ થી ૧૫ ડીગ્રી હોય (લગભગ એક તિહાઈ ૪૫ ડીગ્રીના ખુણા પર) અને સપાટીના રેખાની સમાંતરની નીચે હોય.
  • સ્ક્રીન ઉપરથી ધુળ વારંવાર દુર કરો.
  • આંખો વારંવાર પલકાવો કે જેથી તે સુકાઈ ન જાય.
  • તમારા આંખોના તજ્ઞને કહો કે તમે પીસી (PC) વાપરો છો.
  • ચશ્મા અને ચોક્કસ દૃષ્ટીની ખામી દુર કરવા માટે આંખ ઉપર પહેરવાનો કાંચ જે બીજા કામ કરવા માટે પહેરેલા છે તે કદાચ પીસી (PC) ઉપર કામ કરવા માટે સારા નથી.
  • જો તમારા પીસી (PC) ના સ્ક્રીન ઉપરની છબી ધુંધળી, અથવા ટમટમતી હોય તો તેની તરત જ મરમ્મત કરવો.
  • પીસી (PC)નો સ્ક્રીન તમારી આંખોથી ઓછામાં ઓછો ૨ ફુટ દુર રાખવા કોશિશ કરો.

વધુ વાંચો : કમ્પ્યુટરને લીધે થતો આંખોનો તણાવ

કરો ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૨ ‘જ્યોતિર્લિંગ’ના એક સાથે દર્શન



પ્રથમ સોરઠે સોમનાથ... શિવની આરાધનાનો અવસર એટલે શ્રાવણ. શિવતત્વ એક જબરજસ્ત ખેંચાણ ધરાવે છે પ્રજામાં. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ - સોમદેવ શિવ ઉપાસનાનું એ ચુંબકીય સ્થળ છે જ્યાં રોજના હજારો ભક્તો ભક્તિભાવથી ખેંચાઇ આવે છે. શ્રાવણી મેળાની સાથોસાથ શિવભક્તિથી આખું ગુજરાત રંગાઇ જાય છે. અહીં ગુજરાતના મુખ્ય ૧૨ જ્યોતિર્લિંગની એક તસવીરી ઝલક રજૂ કરી રહ્યા છીએ.
આ એવાં મંદિરો છે જે મંદિરો ગુજરાતની પ્રજાના મનમાં જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતની પ્રજાની આસ્થાનાં સેંકડો મંદિરોમાંથી આ ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’નો અભિષેક આપના ઘર સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. ભક્તો માટે શિવ એટલે ૨૪ X ૭ - ચોવીસે કલાક હાજરાહજુર ભગવાન. શિવમંદિરનાં દ્વાર ક્યારેય બંધ થતાં નથી, પરંતુ બંધ આંખે શિવસ્મરણ સાથે...

સોમનાથ-પ્રભાસપાટણ


હાટકેશ્વર મહાદેવ-વડનગર (ઉત્તર ગુજરાત)


ઘેલા સોમનાથ-જસદણ


ગરુડેશ્વર મહાદેવ-રાજપીપળા


ભીમનાથ મહાદેવ-ધંધુકા


તખ્તેશ્ચર મહાદેવ-ભાવનગર


ગળતેશ્વર મહાદેવ-ઠાસરા (આણંદ)


ઉત્કંઠેશ્વર મહાદેવ-કપડવંજ (ખેડા)


ભવનાથ મહાદેવ-જુનાગઢ


સ્તંભેશ્વર મહાદેવ-જંબુસર (ભરૂચ)


ગોપનાથ મહાદેવ-તળાજા


તડકેશ્વર મહાદેવ-વલસાડ



વધુ વાંચો : કરો ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૨ ‘જ્યોતિર્લિંગ’ના એક સાથે દર્શન